અમી છાટણા તો કરો,કોઇ તરસ્યુ રહી જાય છે.
વાદળની જેમ આવી ને ચાલ્યા જાવ છો તમે,
વરસીને જાવ તમે કાં તો ગરજીને જાવ તમે,
આવ્યા જ છો તો
કંઇક કરી ને જ જાવ તમે.
ઘુ૫ છાંવની આ રમતમાં કંઇ ખબર ૫ડતી નથી,
મનને મનાવીને કાયમ જ ચાલ્યા જાવ છો તમે.
વાતા વાયરાની દિશામાં નજર "નિરા"જયારે કરે,
વાદળની જેમ દુર
નજરમાં આવો છો કયાં તમે ?
સુંદર. ઃ)
જવાબ આપોકાઢી નાખોસરસ છે કોઇકની રાહ જુઓ છો...
જવાબ આપોકાઢી નાખો