ગુરુવાર, 30 જુલાઈ, 2020

દરિયાના તીરે

          વિશાળતા, નાની ઉમરે મોટી હતી...
          શબ્દોમાં પણ ન સમાય,એવી હતી...

          સમાવી લીધું એણે સઘળું પોતાનામાં..
          જાણે દિલ એને, દરિયાએ દીધું હોય...

          એક હોડી...એ દરિયો તરી  ગઈ ...
          પણ કેમ જાણે આંખોમાં ડૂબી ગઈ ...

ગુરુવાર, 23 જુલાઈ, 2020

મળેલા મોતી


          એમજ કોઇ ક્યાં મળે છે,દુનિયામાં,
          એ મળવાના,કારણ જાણવા માંગુ છું...

           બધા માટે તો,ન જ ઉદ્દભવે લાગણીઓ, 
           એ લાગણીનુ,ઉદ્દગમ જાણવા માંગુ છું..

           કહેવાય છે,કંઈ ઋણ હોય છે દુનિયામાં,
           કુદરત તારો,હિસાબ જાણવા માંગુ છું...

           તને જો ખબર હોય તો કહી દે ને ખુદા,
           એ સંબંધોના,તાર તાર જાણવા માંગુ છું..


રવિવાર, 18 ઑગસ્ટ, 2019

રાત


ચારે કોર બિહામણી શાંતિ..
રાત અડધી મંઝિલે...
યાદ છે કે ફરિયાદ છે.. ન સમજાતું...
તમરા તમ.. તમતા રહ્યા...
તારલા ટમ... ટમતા રહ્યા...
લાગે છે.. હવે સવાર થશે

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2015

શૂન્યની રમત


જિંદગીની આ રમતમાં
        કંયાક જીત છે,કંયાક હાર છે,
હારલું તો જાય જ છે કાયમ
        જિતેલું ૫ણ હારી જવાય છે.
શૂન્ય થી શરૂ થાય આ જિંદગી,
        શૂન્યમાં અટવાઇ જાય જિંદગી
શૂન્યની રમતમાં આ જિંદગી
        શૂન્ય થઇ પુરી થઇ જાય છે.
નથી જિંદગી સરળ ‘’નિરા’’
        નથી  જિંદગી સફળ
છે  જિંદગી અકળ ‘’નિરા’’
        છે  જિંદગી અફળ........
                               ‘’નિરા-નરેશ’’
અકળ.... કળી ન શકાય તેવું

અફળ.....નિષ્ફળ,નકામું

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2015

ઘોડાપૂર



 આજ તું મારી સાથ
પ્રણયના સૂર છેડ જરા,
વરસતો વરસાદ છે
ને
ગાઢ અંઘકાર છે.
આજ તું મારી સાથ
પ્રણયના સૂર છેડ જરા,
ઘરતી રસાથાળ છે
ને
ઘોડાપુરના અણસાર છે.
આજ તું મારી સાથ
પ્રણયના સૂર છેડ જરા,
માહોલ મજેદાર છે
ને

આજ રવિવાર છે.

શનિવાર, 10 મે, 2014

શબ્દોના ઘાવ



     મારે હવે કોઇને કંઇ જ કહેવું નથી,
          કહીને મારે હવે કંઇ જ સહેવું નથી.
     શબ્દોના ઘાવ તડપાવે જીંદગી મારી,
          ઘાવ આપી શબ્દો તરસાવે,જીંદગી મારી.
     હવે હસવું નથી, કે હવે રડવું  નથી,
          જીવવા માટે હવે રોજ મરવું છે મારે...



ગુરુવાર, 8 મે, 2014

બેકાબુ ભીડ


     બેકાબુ એ ભીડમાં,
     દુર જઇ તારું ઓઝલ થઇ જવું,
     દર્દ સાથે આંસુ વહાવી ગયું.

     
    
    
     ભીડ તો બેકાબુ હતી,
     ૫ણ તને કાબુમાં ના રહેવાયુ ?
     સમય સાથે ખુદની ને ૫ણ તણાવી જવાયુ...?