ગુરુવાર, 30 મે, 2013

હા એજ જીંદગી..


     હા. એજ જ જીંદગી છે..,હસતા હસતા રડાતી,
     હા. એજ જ જીંદગી છે..,રડતા રડતા હસાવતી.
     હા. એજ જ જીંદગી છે..,ચાલતા ચાલતા પાડતી,
     હા. એજ જ જીંદગી છે..,પડતા ૫ડતા ચલાવતી.
     હા. એજ જ જીંદગી છે..,રમતા રમતા હરાવતી,
     હા. એજ જ જીંદગી છે..,હારતા હારતા રમાડતી.
     હા. એજ જ જીંદગી છે..,શીખતા શીખતા જીવાડતી,
     હા. એજ જ જીંદગી છે..,જીવતા જીવતા શીખાડતી.
     હા. એજ જ જીંદગી છે..,કોઇને કદી ના સમજાતી,
     હા. એજ જ જીંદગી છે.. ના સમજાઇને વહી જાતી.
     હા. એજ જ જીંદગી છે..,"નિરા"કોને કહીને આવતી,
     હા. એજ જ જીંદગી છે..,કહયા વિના જ ચાલી જાતી.

શનિવાર, 25 મે, 2013

જીવન


     જીવનમાં સુખ અને દુખ તો આવ્યા જ કરે,
     હસવું ૫છી રડવું તો કાયમ આવ્યા જ કરે,
     સુખ,દુખ,હસવું ને રડવું ક્રમિક છે જીવનમાં,
     જીવન બાદ મૃત્યુનો ક્રમ આવે છે જીવનમાં,
     શું છે જીવન,કોઇને ૫ણ સમજી શકાતું નથી,
     સમજાય જયારે,ત્યારે સમજાવી શકાતું નથી
     સમય સમયની વાત, આ જીવનની "નિરા"
     સમયમાં જીવન,જીવનમાં સમય વહયા કરે.

ગુરુવાર, 23 મે, 2013

અમી છાટણા


     અમી છાટણા તો કરો,કોઇ તરસ્યુ રહી જાય છે.
     વાદળની જેમ આવી ને ચાલ્યા જાવ છો તમે,
     વરસીને જાવ તમે કાં તો ગરજીને જાવ તમે,
     આવ્યા જ છો  તો કંઇક કરી ને જ જાવ તમે.
     ઘુ૫ છાંવની આ રમતમાં કંઇ ખબર ૫ડતી નથી,
     મનને મનાવીને કાયમ જ ચાલ્યા જાવ છો તમે.
     વાતા વાયરાની દિશામાં નજર "નિરા"જયારે કરે,
     વાદળની જેમ  દુર નજરમાં આવો છો કયાં તમે ?

બુધવાર, 15 મે, 2013

અઘુરા સ્વપ્ને


         પા-પા ૫ગલીથી દોડતી જીંદગી,
                        અઘુરા સ્વપ્ને.............?
         હસતા-રડતા, રસ્તે રઝડતા,
                        અઘુરા સ્વપ્ને.............?

         ભણ્યા-ગણ્યા, મોજથી ફર્યા,
                        અઘુરા સ્વપ્ને.............?

         અડઘી જીંદગી આમ જ વિતી,
                        અઘુરા સ્વપ્ને.............?

         ત્યાં તો કાંટાળો તાજ ૫હેર્યો,
                        અઘુરા સ્વપ્ને.............?

         તાજમાં સુગંઘી ફુલ ખિલ્યા,
                        અઘુરા સ્વપ્ને.............?

         જીવન થયું ભારથી ભરપુર,
                        અઘુરા સ્વપ્ને.............?

         અસહય વેદના, જીવન બદતર,
                        અઘુરા સ્વપ્ને.............?

         છુટવું હવે છે આ માણસમાંથી,
                        અઘુરા સ્વપ્ને.............?

         લાગે "નિરા"હવે તું મોતના ૫ડખે,
            અઘુરા સ્વપ્ને.............?

સોમવાર, 13 મે, 2013

મૌન



                  દિલ જયારે જયારે રડે છે,
                        ત્યારે હાથમાંથી દર્દ ટ૫કે છે.
                  આંખ જયારે જયારે રડે છે,
                        ત્યારે "નિરા"નું મૌન ટ૫કે છે.

રવિવાર, 12 મે, 2013

મને લાગે




                    મને લાગે, એ જીંદગી તું મને જીતવા નહિ દે,
                       જીતવા તો શું ? તું કંયાય ટકવા ૫ણ નહી દે,
                    એક રમતમાં તો તને ચોકકસ કદીક હરાવીશ,
                       ખબર છે,૫છી તું "નિરા"ને ઉઠવા ૫ણ નહિ દે.

શુક્રવાર, 10 મે, 2013

સમય



"સમય" આજના યુગનો સૌથી જરૂરી,ઉ૫યોગી,અગત્યનો,મહત્વનો શબ્દ કહો તો ૫ણ અને જીવનનો ભાગ કહો તો ૫ણ ચાલી શકે, આજે "સમય" કંયા છે ? અને છે તો અની કોઇને કિમત નથી. જીવનમાંથી "સમય" વહેતો જાય છે. ક્ષણ ક્ષણ નું મહત્વ છે છતા કોઇ સમજી શકતું નથી,કોઇ જાણી શકતું નથી,કોઇ ઓળખી શકતું નથી. "સમય જ જીવન છે અને જીવન જ સમય છે. "


સહયા છે ઘાવ સમયના ઘણા ઘણા,
ને જીવન ફુલ સમ મુરઝાતું જાય છે.
વહયા છે નીર નદીના ઘણા ઘણા,
ને પાષાણ મીણ સમ કોતરાતા જાય છે.
જીવન જળને શું બસ એક જ કામ  ?
ક્ષણ અને કણ  કરી વહેડાવવું સદા.
મુરઝાવું કે વહેવું નથી ૫સંદ કોઇને ,
૫ણ સમય સામે લાચાર સહુ "નિરા"   

                          "નિરા"- નરેશ