શનિવાર, 10 મે, 2014

શબ્દોના ઘાવ



     મારે હવે કોઇને કંઇ જ કહેવું નથી,
          કહીને મારે હવે કંઇ જ સહેવું નથી.
     શબ્દોના ઘાવ તડપાવે જીંદગી મારી,
          ઘાવ આપી શબ્દો તરસાવે,જીંદગી મારી.
     હવે હસવું નથી, કે હવે રડવું  નથી,
          જીવવા માટે હવે રોજ મરવું છે મારે...



ગુરુવાર, 8 મે, 2014

બેકાબુ ભીડ


     બેકાબુ એ ભીડમાં,
     દુર જઇ તારું ઓઝલ થઇ જવું,
     દર્દ સાથે આંસુ વહાવી ગયું.

     
    
    
     ભીડ તો બેકાબુ હતી,
     ૫ણ તને કાબુમાં ના રહેવાયુ ?
     સમય સાથે ખુદની ને ૫ણ તણાવી જવાયુ...?

મંગળવાર, 6 મે, 2014

મળું તો ઘરતીને જ


     દરિયાના પાણીને,
       ઘરતીને મળવાને
     જાણે, 
     ઉમળકો આવે,
     
     તેમ
     
     મારી આંખના આંસુઓને,
       ઘરતી ૫ર ૫ડવાને,

     જાણે, 
     ઉભરો આવે.

સોમવાર, 7 એપ્રિલ, 2014

સંસારની રીત




     જે નયનોમાંથી પ્રેમ વરસતો હતો,
          તે જ નયનોમાં હવે નફરત..
     હા એજ સંસારની રીત છે      
                                      ‘’નિરા’’...કે..
     જે ગગનમાંથી કયારે નીર વરસ્યા,
         તે જ ગગનમાંથી હવે જવાળા.
   
     
      જે હાથોમાં સલામત હતી જીંદગી મારી,
          તે જ હાથોમાં હવે કબરની માટી,
          સાચે જ આજ સંસારની રીત છે ‘’નિરા’’...કે..
     જે વસંતમાં ડાળીએ ડાળીએ લહેર,
          તે જ ડાળી ૫ર પાનખરમાં કહેર..

ગુરુવાર, 6 માર્ચ, 2014

તુટતા સબંઘો, તુટતી જીંદગી


          
          સબંઘોની સફર છે આ જીંદગી,કે
          સફરમાં સબંઘો છે આ જીંદગીના,
          મને કોઇ સમજાવશો જરા ?
          જો સબંઘો સાચવું તો
          જીંદગી તુટી જાય છે
          જો જીંદગી સાચવું તો
          સબંઘો તુટી જાય છે.
          તુટે છે જીંદગી,
          તુટે છે સબંઘો,
          બન્ને માં આખર તો,
              ‘’હું
           તુટુ છું.